

શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા, તા. ટંકારા, જી. મોરબી ખાતે તા. 09/09/2026, બુધવારના રોજ વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન તથા બાળ અધિકારો* અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ 95 વિદ્યાર્થીઓ તથા 5 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન*જિલ્લા સેવાસદન, મોરબીના મહેશભાઈ ગેડિયા દ્વારા વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 શું છે, મુશ્કેલીમાં રહેલા બાળકોને મળતી સુરક્ષા અને સહાય, તેમજ બાળકોના અધિકારો અંગે સમજ આપવામાં આવી હતી. બાળમજૂરી, બાળલગ્ન, બાળ તસ્કરી, શોષણ, ગુમ થયેલા બાળકો, ઘરેલુ હિંસા તથા શિક્ષણથી વંચિત બાળકો જેવા કિસ્સાઓમાં મદદ મેળવી શકાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
તેમજ વિદ્યાર્થીઓને જીવન અને અસ્તિત્વનો અધિકાર, નામ અને ઓળખનો અધિકાર, શિક્ષણનો અધિકાર, આરોગ્યનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, વિકાસનો અધિકાર, અભિવ્યક્તિનો અધિકાર, રમત અને મનોરંજનનો અધિકાર, સમાનતાનો અધિકાર તથા કુટુંબ અને સંભાળનો અધિકાર વિશે સમજ આપવામાં આવી હતી.
મુશ્કેલીમાં રહેલા બાળકની મદદ માટે બાળક પોતે, માતા-પિતા, શિક્ષક, પડોશી, સરકારી કર્મચારી, પોલીસ અથવા કોઈપણ સામાન્ય નાગરિક માહિતી આપી શકે છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાઇલ્ડ હેલ્પલાઇનની સેવા 24×7 ઉપલબ્ધ છે અને બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા, બાળ અધિકારો તથા મુશ્કેલીના સમયે યોગ્ય મદદ મેળવવા અંગે જાગૃતિ કેળવવાનો હેતુ સિદ્ધ થયો હતો.


