ટંકારાની હરિઓમ સોસાયટીનાં રહેણાંકમાંથી ૫૭,૬૦૦નો દારૂ ઝડપાયો

ટંકારા પોલીસની ટીમે બાતમીના આધારે હરિઓમ સોસાયટીમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને દેશી મદિરાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. વેચાણ કરવાના ઈરાદે છુપાવેલા દારૂના જથ્થા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ ૬૨,૬૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, ટંકારા પોલીસે બાતમીના આધારે હરિઓમ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે મુન્નાભાઇ મગનભાઇ ભાડજાના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન મકાનમાંથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગર રાખેલા ઇંગ્લીશ દારૂના ૧૯૨ નંગ ચપલા, વોડકાના ૪૮ નંગ ચપલા અને દેશી દારૂના ૧૪૪ નંગ ચપલા મળી કુલ ૩૮૪ નંગ કીમત રૂ ૫૭,૬૦૦નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી નરેન્દ્રભાઇની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ સમીરભાઇ રસુલભાઇ પીલુડીયાને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ટંકારા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.