હળવદના જુના દેવળિયા ગામે ઝુપડામાંથી ૨.૧૯ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

 

હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે ઝુપડામાં રેડ કરી પોલીસે અલગ અલગ બ્રાન્ડનો રૂ ૨.૧૯ લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી એક ઈસમને દબોચી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના દેવળિયા ગામે ચરાડવા રોડ પર આરોપી વિઠ્ઠલ રમણભાઈ રાઠવાના ઝુપડામાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના ઝુપડામાંથી જયુબેલી વ્હીસ્કીની ૧૬૭ બોટલ, સ્ટાર ગોલ્ડ વ્હીસ્કીની નાની ૯૮ બોટલ અને ગ્રાંડ પાર્ટી વોડકાની નાની ૭૨૦ બોટલ સહીત કુલ રૂ ૨,૧૯,૧૫૦ નો જથ્થો જપ્ત કરી આરોપી વિઠ્ઠલ રાઠવાને ઝડપી લીધો છે અન્ય આરોપી ઇમરાન કરીમ સંધવાણી રહે જુના દેવળિયા તા. હળવદ વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

Leave A Reply

Your email address will not be published.