મોરબી : ફેલ્સપાર ખનીજના ગેરકાયદે સંગ્રહ/વેચાણ કરનાર બે પેઢીને રૂ ૨.૬૩ કરોડનો દંડ




ગત તા. ૨૮ ના રોજ મોરબી કલેકટર અને ખાણ ખનીજ વિભાગની ટીમે આકસ્મિક તપાસ દરમિયાન ખનીજ ભરેલા વાહનો જપ્ત કર્યા હતા જે વાહનોમાંથી ફેલ્સપાર સોડા અને પોટાશ ખનીજ મળી આવતા ગેરકાયદે ખનીજ સંગ્રહ અને વેચાણ કરનાર બે પેઢીને રૂ ૨.૬૩ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે બંને પેઢી એક જ માલિકીની હોવાનું સામે આવ્યું છે
મોરબી જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે કંડલા બાયપાસ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું ગત તા. ૨૮ ના રોજ આકસ્મિક તપાસમાં ફેલ્સપાર ખનીજનો ગેરકાયદે સંગ્રહ કરીને વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું જીલ્લા કલેકટરના આદેશને પગલે ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેર દ્વારા તપાસ કરવામાં આવતા કંડલા બાયપાસ રોડ પર ટીંબડી ગામના રેવન્યુ સર્વે નં ૪૧/૧, ૪૨/૧ ખાતે આવેલી કંપની એ એન્ડ જે માઈક્રોન્સ પ્રાઈવેટ લીમીટેડ ડાયરેક્ટર પાર્થ હરીલાલ ઘેટિયા દ્વારા ગેરકાયદેસર ફેલ્સપારનો સંગ્રહ કર્યો હોવાનું ખુલ્યું હતું જેથી રજીસ્ટ્રેશન વિના બિનઅધિકૃત રીતે સંગ્રહ કરેલ કુલ ૪૬,૭૫૧ મેટ્રિક ટન ખનીજ જથ્થો સીઝ કરી ગુજરાત મિનરલ્સ રૂલ્સ ૨૦૧૭ નિયમોના ભંગ બદલ પ્રતિ મેટ્રિક ટન રૂ ૨૮૦ લેખે રૂ ૧,૩૦,૯૦,૩૬૪ અને ૨૧ ટકા પર્યાવરણીય નુકશાની વળતર પેટે રૂ ૨૭,૪૮,૯૭૭ ગણતરી કરી રૂ ૧,૫૮,૩૯,૩૪૧ નો દંડ વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો છે
તેમજ પેઢી દ્વારા કંડલા બાયપાસ રોડ પર ધરમપુર ખાતે રેવન્યુ સર્વે નં ૭૧,૭૨ પૈકી ૭૪ પૈકી પર આવેલ એ જે માઈક્રોન પ્રાઈવેટ લીમીટેડના ડાયરેક્ટર પાર્થ હરિલાલભાઈ ઘેટિયા દ્વારા ફેલ્સપાર ખનીજ સંગ્રહ કર્યાનું સામે આવ્યું હતું અને ૩૧,૦૧૪.૨૭ મેટ્રિક ટન ખનીજ જથ્થો મળી આવ્યો હતો અહી અગાઉ સ્ટોક રજીસ્ટ્રેશન રદ કરાવ્યું હોવા છતાં પ્રવૃત્તિ ચાલુ રાખતા ભૂસ્તરશાસ્ત્રી કચેરીએ ખનીજ ચોરી બદલ પ્રતિ મેટ્રિક ટન રૂ ૨૮૦ લેખે રૂ ૮૬,૮૩,૯૯૬ અને ૨૧ ટકા પર્યાવરણીય નુકશાની વળતર પેટે રૂ ૧૮,૨૩,૬૪૦ મળી કુલ રૂ ૧,૦૫,૦૭,૬૩૬ દંડ ફટકાર્યો છે આમ બે પેઢીને કુલ રૂ ૨.૬૩ કરોડનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે