



વાંકાનેર તાલુકામાં પકડાયેલ બે કરોડના ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને રાજકોટ રેંજ ટીમે ઝડપી લીધો છે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, મારામારી અને પ્રોહીબીશન સહિતના ૧૯ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેંજ ટીમમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની સુચના અન્વયે રાજકોટ રેંજ ટીમના પીઆઈના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકામાં પ્રોહીબીશન ગુનામાં આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઈ બાંભણીયા રહે જામનગર વાળાને ચોટીલા લાલ રઘુવંશી હોટેલ પાસે નગીન હોટેલ પાસે જાહેર રોડ પરથી ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી અર્થે ચોટીલા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે
આ કામગીરી કરવામાં પો.ઇન્સ.અપૂર્વ પટેલ તથા પો.સ.ઇ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, પી.સી.સરતેજા તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ, નરેન્દ્રસિહ રાઠોડ, આશાબેન પટેલ તથા બલદેવસિહ વીરદી નાઓ જોડાયેલ હતા.
આરોપી – હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા રહે. સતીષા પીરની દરગાહની બાજુમાં જામનગર વાળાનો ગુનાહિત ઇતિહાસ
૧- મજકુર વિરૂધ્ધમા અગાઉ કુલ ૧૯ ગુન્હા નોંધાયેલ છે.
ખુનના કેસ- ૨
ખુનનો કોશીષ- ૨
ધાડ પાડવાની તૈયારી – ૧
મારામારી- ૬
જાહેરનામા ભંગ- ૧ (પ્રીઝન એકટ)
બગાડ- ૨
ઇગ્લીશ દારૂ કબ્જાના- ૪
કેફી પ્રવાહી પીધેલ- ૧
૨- મજકુર વિરૂધ્ધમા શરીર સંબધી ગુન્હો છેલ્લે સને ૨૦૨૪ ના વર્ષમા જામનગર પંચ એ ડીવી પો.સ્ટે.મા ખુનની કોશીષ અંગેનો નોંધાયેલ છે.
૩- મજકુર વિરૂધ્ધમા પ્રોહીબીશન ધારા હેઠળનો ગુન્હો છેલ્લે સને ૨૦૨૩ ના વર્ષમા જામનગર સીટી બી ડીવી પો.સ્ટે.મા એલ.સી.બી. ધ્વારા શોધી કાઢવામા આવેલ છે.