માળિયાના નાના દહીંસરા ગામે મંદિરમાંથી ૪૦૦ ગ્રામ ચાંદીના છત્તરની ચોરી


માળિયા તાલુકાના નાના દહીંસરા ગામમાં આવેલ મહાકાલી માતાજી મંદિરમાં માતાજીને ચડાવેલા નાના મોટા ચાંદીના ૧૩ છત્તરની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે માળિયા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) ના નાના દહીંસરા ગામના રહેવાસી ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૫ ના રોજ બપોરે ૧૧ : ૩૦ થી સાંજના ૫ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં નાના દહીંસરા ગામમાં આવેલ મહાકાલી માતાજી મંદિરમાં પ્રવેશ કરી માતાજી ઉપર ચડાવેલ નાના મોટા ચાંદીના છત્તર નંગ ૧૩ જેનો વજન આશરે ૪૦૦ ગ્રામ કીમત રૂ ૪૦,૦૦૦ ના મુદામાલની ચોરી કરી ગયો છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે



