ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ

                 ફ્રેન્ડ્સ ટેબલટેનિસ ગૃપ મોરબી દ્વારા ક્રિષ્ણા ચેમ્બર,  ચકિયા હનુમાન મંદિર પાસે ઓપન મોરબી મેન્સ સિંગલ્સ અને વુમન્સ સિંગલ્સ એમ બે વિભાગમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ માં 11 વર્ષથી લઈને 78 વર્ષની ઉંમરના ટેબલટેનિસ ખેલાડીઓએ ઉત્સાહપુર્ણ ભાગ લઈ પ્રતિયોગીતાને ખુબ જ રસપ્રદ બનાવી હતી.

                જેમાં એમ. ડી. તથા એમ. એસ. ડોક્ટરો, એડવોકેટ, શિક્ષકો, વિધાર્થીઓ,ઉધોગપતિઓ, વેપારીઓ સહિત તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેલાડીઓએ ગરમી સાથે બાથ ભીડીને પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સમાં મિહિર ગોસાઈ પ્રથમ, શક્તિસિંહ જાડેજા દ્વિતીય તથા વિસ્મય ત્રિવેદી તૃતિય ક્રમે જ્યારે વુમન્સ સિંગલ્સમાં ક્રિષ્ના પરમાર પ્રથમ અને બંસી કુંડારીયા દ્વિતીય વિજેતા બન્યા હતા. વિજેતાઓને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા ફ્રેન્ડસ ટેબલ ટેનિસ ગૃપ મોરબીના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave A Reply

Your email address will not be published.