

કબીર ટેકરી રામાપીર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧૩,૯૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કબીર ટેકરી રામાપીર મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જુનેદ હુસેનભાઈ કુરેશી, કાસમ હાજીભાઇ કુરેશી, યોગેશ મગનભાઈ વાઘાણી, ભાવનાબેન ઉર્ફે ભાવલી બાબુભાઈ અબાસણીયા અને અલ્પાબેન મનસુખભાઈ લાલવાણી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૯૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે