



મોરબી – માળીયા(મિ) વિધાનસભા હેઠળની મોરબી – માળીયા તા.પં./જી.પં. તથા નગરપાલિકાનાં સભ્યશ્રી તથા આગેવાનો સાથે માળીયામાં અખિલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રીશ્રી દિપક બાબરીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં બુથ કમિટી, પેઇઝ પ્રભારી, બુથ યાત્રા, તાલુકા પંચાયત/જીલ્લા પંચાયતની બેઠક દીઠ સંકલન સમિતિ, મોરબી અને માળીયા(મિ) નગરપાલિકાઓના વોર્ડ દીઠ સંકલન સમિતિ અંગે શ્રી દિપકભાઈ બાબરીયા એ માઇક્રોલેવલ પ્લાનીગ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. દીપક બાબરિયાએ કોંગ્રેસનાં આગેવાનોને કાર્યક્રમ ઘડી કાઢી કામે લાગી જવા તાકીદ કરી હતી. આ બેઠકોમાં મોરબી – માળીયા(મિ) વિધાનસભા બેઠકનાં કોગ્રેસના કાર્યકરો –આગેવાનો ઉપ્સ્થિતા રહ્યા હતા.

