



મોરબીના સબજેલ ચોકના રહેવાસી શંકરભાઈ રતનાભાઇ પરમાર (ઉ.૫૬) પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેની દીકરી વનીતા પરમાર (ઉ.૨૧) વાજેપારમાં રહેતા નલીન મોહન કન્ઝારીયા સાથે કોઈને કીધા વગર જતી રહી હતી.તેની દીકરી વનીતા પોતાના ધરમાંથી રોકડ ૨૫૦૦ તથા સોનાનો હાર-બુટી કિંમત રૂપિયા ૧૨૫૦૦૦ ની મત્તા ચોરી કરી ગયેલ છે અને તેને આરોપી નલીન કન્ઝારીયા સાથે કોર્ટ મેરેજ કર્યાની ફરિયાદ નોધાવી છે.એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી તપાસ ચલાવી છે.

