વાંકાનેરના કણકોટ નજીક ૭ ગાયોના શંકાસ્પદ મૃત્યુ

ડોક્ટરોની પ્રાથમિક તપાસ મુજબ ઝેરી પદાર્થ ખાવાથી થયા હોવાની આશંકા

વાંકાનેરના કણકોટ ગામની સીમમાં  ૬ ગાય અને ૧ વાછરડા મૃત્યુ થયા હતા.આ બાબતની જાણ વાંકાનેર ગૌ રક્ષક દળને  થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સિમ વિસ્તાર તરફથી ગામ તરફ આવવાના રસ્તામાં એક વાછરડા સહીત ૭ ગાયોના મૃતદેહ જોવા મળ્યા હતા.આ બાબતે ગૌ-રક્ષક દળની ટીમ વાંકાનેર તાલુકા પોલીસને દોડી જઈને પોલીસને જાણ કરી હતી.તાલુકા પોલીસે પણ તુરંત આ ગૌવંશોના રહસ્યમય મૃત્યુ મામલે વેટરનરી ડોક્ટરને જાણ કરતા ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડોક્ટરના પ્રાથમિક તપાસ મુજબ ગાયોનું મૃત્યુ કોઈ ઝેરી પદાર્થ ખાવાને કારણે થયા હોવાનું જણાવ્યું હતું.વાંકાનેર પંથકમાં છેલ્લા બે માસના સમયમાં રહસ્યમય રીતે ગાયોના મૃત્યુ થવાનો આ ત્રીજો બનાવ બહાર આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો તાલુકા પોલીસે હાલમાં આ બાબતે નોંધ કરી ગાયોના રહસ્યમય મૃત્યુ અંગે હકીકત સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat