સ્વજનો પોતાની યાદીમાં કોઈ સ્મરક કે વૃક્ષઓ વાવે પરંતુ જીવાણી પરિવારે ઉત્તમ સમાજ કાર્ય કર્યું જાણો ?

મનુષ્ય જીવન મળ્યા બાદ એક દિવસ મુત્યુ નિશ્ચિત છે.લોકો જીવતા તો પુણ્યના કામ કરે જ છે પરંતુ મુત્યુ પામ્યા બાદ તેના પરિવાર દ્વારા તેમની પાછળ સારા અને મોટા વર્ગને લાભ થાય તેવા કામ બહુ ઓછા લોકો કરે છે ત્યારે એવો એક જ પરિવાર ટંકારાના ધુનડા ખાનપરના જીવાણી પરિવારમાં મોટી બા ના મુત્યુ બાદ લૈકિક પ્રથા બંધ રાખી ગામમાં  નવનિર્માણ શિવ મંદિર માટે ચાલતી કથામાં અનુદાન આપી માતાના મુત્યુને હંમેશને માટે અમર બનાવતો પ્રસંગ જોવા મળ્યો છે

ટંકારાના દૂર અંતરિયાળ ગામોમાં ધુનડા ખાનપરનો સમાવેશ કરવામાં આવે છે પરંતુ સેવા તેમજ સમાજ ને પ્રેરણા આપવામાં કયારેય પાછળ ન રહેનાર આ ગામના પટેલ પરિવારના  મોટી બા સ્વ.રળિયાતબેન વસ્તાભાઈ જીવાણીનું 103 વર્ષની જ્યેષ્ઠ ઉંમરે અક્ષરધામ પામ્યા હતા ત્યારે તેમના પુત્ર નાગજીભાઈ અને કાંતિલાલ સાથે જીવાણી પરિવારે બા ને હંમેશને માટે અમર રાખવા મુત્યુ પાછળ થતી લૌકિક પ્રથા બંધ રાખી ગામમાં નવનિર્માણ શિવ મંદિર માટે ચાલતી કથામાં અંદાજે એક લાખ રૂપિયા જેટલી રકમનું પ્રશસનીય દાન સાથે સમાજ સેવી કાર્ય કર્યું હતું.સ્વજનો  પોતાની યાદીમાં કોઈ સ્મરક કે  વૃક્ષઓ વાવે પરંતુ જીવાણી પરિવારે તેમના માતુશ્રી કાયમ જીવંત રહે તેવું ઉત્તમ સમાજ કાર્ય કર્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat