


મોરબી ખાતે જીલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતી વિભાગના પ્રમુખ બળવંત વોરા દ્વારા તાલીમ શિબિર યોજવામાં આવી હતી ઉદ્ઘાટન પ્રદેશ અગ્રણી પી.કે. વાઢેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શિબિરના ઓપનીંગ સત્રમાં ચાવીરૂપ પ્રવર્ચન કરતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ કેન્દ્રની કોંગ્રેસ પ્રાયોજિત તત્કાલીન યુપીએ સરકાર દ્વારા લોકહિતમાં લેવાયેલા મનરેગા, આરટીઆઈ, ફૂડ ફોર ઓલ, ખેડૂતોની દેવામાફી, ભૂમિ અધિગ્રહણ કાયદો, સર્વ શિક્ષણ અભિયાન, જીએસટી, સહિતની બાબતો અંગે તલસ્પર્શી માહિતી તાલીમાર્થીઓને આપવામાં આવી હતી. આ તકે તાલીમાર્થીઓ માટે ઉપયોગી પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

