મોરબીની કઈ સંસ્થાને મુખ્યમંત્રીએ પાઠવી શુભકામના જાણો ?



મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા માતુશ્રી મણીબેન વનેચંદ દોશી તથા માતુશ્રી નવિંચંદ્ર દોશી ની પુણ્ય સ્મુતિમાં તા.14ના રવિવારના રોજ હાડકા,સાંધાના તથા કમરના મણકાના દુખાવા ના રોગો માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રશનીય કામગીરી ગણાવી છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે કુશળ ડોક્ટરોની સારવાર મેળવી આવા દર્દથી પીડાતા દર્દીઓ રાહતનો અનુભવ જરે છે.એ ઉત્તમ બાબત છે, પરોપકારની ભાવનાથી સભર કાર્યક્રમ ખુબ સફળ રહે એવી શુભકામનાઓ મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ તથા સમગ્ર ટીમને પાઠવી છે.

