હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજી મંદિરમાંથી ૭૫ હજારના દાગીનાની ચોરી

 

ધૂળકોટ ગામે આવેલ શક્તિ માતાજી મંદિરમાંથી અજાણ્યા ચોર ઇસમોએએ માતાજીના ચાંદીના છતર, મુગટ સહીત ૭૫ હજારની મત્તાની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

હળવદ તાલુકાના ધૂળકોટ ગામે રહેતા અર્જુનસિંહ હરભમજી જાડેજા (ઉ.વ.૪૯) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ માર્ચના રાત્રીથી તા. ૧૮ માર્ચના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ધૂળકોટ ગામે શક્તિ માતાજી મંદિરમાંથી અલગ અલગ નાના મોટા જુના ચાંદીના છતર આશરે ૭૦ નંગ અને મુગટ નંગ ૧ જેનું કુલ વજન આશરે દોઢેક કિલો અંદાજીત કીમત રૂ ૪૫,૦૦૦ અને સોનાના અલગ અલગ નાના મોટા જુના છતર આશરે ૧૦ અને ટીલડી નંગ ૦૨ જેનું વજન એકાદ તોલા અંદાજીત કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ રૂ ૭૫,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.