ભડિયાદ નજીક વાહન રીવર્સ લેતા વૃદ્ધને અડફેટે લેતા ઈજા પહોંચી

 

ભડિયાદ નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક વાહનચાલકે વાહન રીવર્સ લેતી વખતે ૬૦ વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધને ઈજા પહોંચી હતી

 

મોરબીના બૌદ્ધનગર નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે રહેતા લખુભાઈ દાનાભાઈ સોલંકી (ઉ.વ.૬૦) વાહન જીજે ૩૬ એલ ૩૯૬૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રોજ ભડિયાદ નઝરબાગ રેલ્વે સ્ટેશન બૌદ્ધનગર આંગણવાડી સામે ફરિયાદી લખુભાઈ સોલંકી ઉભા હતા ત્યારે વાહનચાલકે વાહન રીવર્સ ચલાવી પાછળ ઉભેલા લખુભાઈને હડફેટે લઈને શરીરે ડાબા પગના પંજાના ભાગે સામાન્ય ઈજા અને ડાબા પગના થાપા અને કમર નીચેના ભાગે ગોળામાં ફ્રેકચર ગંભીર ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.