


મોરબીના જાંબુડિયા ગામે દીકરા દીકરી સામસામું સગપણ કર્યું હોય જે સગપણ તોડી નાખતા ચાર ઇસમોએ પથ્થર અને ધોકા વડે માર મારી ત્રણને ઈજા પહોંચાડી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના નવા જાંબુડિયા ગામે સલાટવાસમાં રહેતા અબ્દુલ કાળુભાઈ ભરવાડીયા (ઉ.વ.૪૦) આરોપીઓ ભોલાભાઈ બાબુભાઈ સલાટ, મહમદ બાબુભાઈ સલાટ, કિશન અજીતભાઈ સળતા અને નવઘણ ઉર્ફે કાળું મહમદભાઈ સલાટ રહે બધા રફાળેશ્વર પાનેલી રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અબ્દુલ અને આરોપી મહમદના દીકરા દીકરીનું સામસામું સગપણ કરેલ હતું જે ત્રણ ચાર દિવસ પહેલા સગપણ તોડી નાખ્યું હતું
જેનો ખાર રાખી આરોપી ભોલાભાઈ પથ્થર વડે આંખમાં ગંભીર ઈજા કરી હતી તેમજ ચારેય આરોપીઓએ સંજયભાઈ અને રાહુલભાઈને ધોકા વડે શરીરે મુંઢ ઈજા કરી સંજયભાઈને મોઢાના ભાગે ફ્રેકચર કર્યું હતું મોરબી તાલુકા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે