મોરબીમાં ગેસના ભાવ મામલે ઉધોગપતિઓએ ગુજરાત ગેસ કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું

આંતરરાષ્ટ્રીય ભાવ ઘટ્યા છતાં ગુજરાત ગેસે ઊંચા ભાવની લીંક મોકલી ઉદ્યોગપતિઓએ કચેરીએ પહોંચી નવો ભાવ આપવા કરી રજૂઆત

 

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધને પગલે ગેસ-તેલની કટોકટી અને ભાવવધારાની અસર મોરબીના સિરામિક ઉધોગ પર પડી હતી માર્ચ મહિનાથી જ સિરામિક એકમો બંધ થઇ ગયા છે અને મેં માસથી પ્રોડક્શન શરુ કરવા કવાયત હાથ ધરી હતી જોકે ગુજરાત ગેસે ૭૯.૮૫ રૂપિયાના ઊંચા ભાવની લીંક મોકલતા ઉદ્યોગકારો ગુજરાત ગેસની મોરબી સ્થિત કચેરીએ દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી

 

મોરબી સિરામિક એસોસીએશન દ્વારા ગુજરાત ગેસને રજૂઆત કરી જણાવ્યું છે કે તા. ૦૬ એપ્રિલના રોજ ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ આવેલ જેની સાથે મીટીંગ ચાલી હતી જેમાં લેવાયેલ નિર્ણય મુજબ મેં મહિનાના વપરાશ માટે બજાર ભાવ મળ્યા બાદ ગુજરાત ગેસ દ્વારા ડીમાંડ મંગાવવામાં આવશે અને ગુજરાત ગેસ આ ડીમાંડને આધારે ખરીદી કરી ગેસ સપ્લાય કરશે

 

જે બાબતે ગઈકાલે તા. ૦૭ ના રોજ ૭૯.૮૫ ના ભાવ સાથે ડીમાંડ લીંક મોકલવામાં આવી હતી પરંતુ આજે સવારથી યુદ્ધની સ્થિતિ બદલાતા સીઝ ફાયર થતા પેટ્રોલીયમ પ્રોડક્ટના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી હાલના ભાવ મુજબ ફરીથી નવા ભાવ સાથે ડીમાંડ મેળવવા રજૂઆત કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.