મોરબી : વન વિક વન રોડ અંતર્ગત ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી દબાણો હટાવાયા

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા દર સપ્તાહે વન વિક વન રોડ અંતર્ગત ડીમોલીશન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી દબાણો હટાવવામાં આવ્યા હતા

 

વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં કાચા પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીએ જણાવ્યું હતું કે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી નવો કેનાલ પેરેરલ રોડ બનાવવાની કામગીરી શરુ કરી છે ઈરીગેશન વિભાગ દ્વારા કેનાલથી ૧૦ મીટર સુધીની જગ્યાનું સંપાદન કરવામાં આવ્યું હતું જેમાં ૬ મિલકતધારકોએ ૨ ફૂટથી ૬ ફૂટ જેટલું દબાણ કર્યું હતું જે દુર કરવામાં આવ્યું છે છેલ્લા ૧૫ માસથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અંતમાં ડેપ્યુટી કમિશનરે નાગરિકો સ્વેચ્છાએ દબાણો દુર કરે અને રસ્તા પહોળા કરવાની કામગીરીમાં ખલેલ ના પહોંચાડે તેવી અપીલ કરી હતી

 

 

 

Leave A Reply

Your email address will not be published.