

મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા મોરબી-2માં આવેલી વસુંધરા હોટલ પાસેના ખુલ્લા મેદાનમાં આ શખ્સો નસીબ આધારિત હારજીતનો ખેલ ખેલી રહ્યા હતા, ત્યારે પોલીસે ત્રાટકીને મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વસુંધરા હોટલ પાસેના ખુલ્લા મેદાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ઇબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઇ ચનાણી, ઇબ્રાહીમભાઇ હાજીભાઇ જામ અને સુનીલભાઇ મનસુખભાઇ ઉપચારીયા નામના ત્રણ શખ્સો ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગંજીપતાના પાના અને રોકડા ૩૦૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.