

મોરબીના ભરતનગર બેલા રોડ પર આવેલ દુકાનમાં તસ્કર ત્રાટક્યો હતો અને દુકાનમાંથી કોપર, સબમર્શીબ્લ પંપ, કાર્ટૂન બેરીંગ સહીત અંદાજે દોઢથી બે લાખની મત્તાની ચોરી કરી ગયો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખોખરા હનુમાન રોડ પર ખોડીયાર કોમ્પ્લેક્ષમાં આવેલ મેલડી કૃપા રીવાઈન્ડીંગ દુકાનમાં અજાણ્યા ચોર તસ્કરે ધામા નાખ્યા હતા તસ્કરે દુકાનમાં રહેલ ૧૨૦ કિલો કોપર વાયર, ૧ સબમર્શીબ્લ પંપ, ૫ કાર્ટુન બેરીંગ અને એક હાઈડ્રોલીક પુલર ચોરી કરી ગયા છે અંદાજે ૧.૫૦ લાખથી ૨ લાખની મત્તા ચોરી થઇ છે પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે


