

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસે દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગતો મુજબ, પોલીસે મોરબીના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ત્યાં હાજર વસીમભાઇ ઓસમણભાઇ નારેજા (ઉં.વ. 30) નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કીની પ્લાસ્ટિકની કંપની સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસને કુલ ૮૦ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૧૦૯૬૦ થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


