મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં વેપારી વિભાગમાં ૧૦૦ ટકા, ખેડૂત વિભાગમાં ૯૬ ટકા મતદાન



મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું અને મતદારોએ ધીન્ગું મતદાન કર્યું હતું વેપારી વિભાગમાં તમામ ૫૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ૧૦૦ ટકા મતદાન નોંધાયું હતું જયારે ખેડૂત વિભાગમાં ૯૬ ટકા મતદાન નોંધાયું છે
મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે મતદાન યોજાયું હતું ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૯ ઉમેદવારો મેદાને હતા અને નોંધાયેલા ૧૫૦૭ પૈકી ૧૪૪૮ મતદારોએ મતદાન કર્યું હતું જયારે વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે ૦૬ ઉમેદવારો મેદાને હતા જેમાં નોંધાયેલા તમામ ૫૧ મતદારોએ મતદાન કર્યું હતું મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને ૧૫૫૮ મતદારો ધરવત મોરબી માર્કેટિંગ યાર્ડની અગાઉ ચાર વખત ચુંટણી યોજાઈ છે અને આજે પાંચમી વખત ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેની મત ગણતરી ગુરુવારે કરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે જંગ હતો કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ ખેડૂતોના વિરોધને મતમાં પરિવર્તિત કરવા પ્રયાસો કર્યા હતા અને જીતના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ ખરેખર ખેડૂતોની નારાજગી ભાજપ પ્રેરિત પેનલને નડશે કે પછી પોતાનો ગઢ ભાજપ જાળવી રાખશે તે ગુરુવારે સ્પષ્ટ થશે


