મોરબી મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૩૯૧૦ રખડતા પશુઓ પકડ્યાનો દાવો…



મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે જેમાં વડું ૨૫ રખડતા પશુઓ પકડવામાં આવ્યા છે અને છેલ્લા પોણા બે વર્ષમાં ૩૯૧૦ રખડતા પશુ પકડવાનો મહાપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે જોકે હજુ પણ રોડ પર રખડતા પશુઓ તો જોવા મળે છે તે હકીકત છે
મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા સપ્તાહ દરમિયાન વધુ ૨૫ રખડતા પશુઓ પકડવામાં આવ્યા છે જે રખડતા પશુઓને જીલ્લાની આજુબાજુની ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે ANCD શાખા દ્વારા ૩૦૬ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે ૪૫ પશુ માલિકોને લાયસન્સ રીન્યુ કરી આપેલ છે ૩૪ લોકોને ઘાસ વેચાણ માટે પરમીટ આપવામાં આવ્યા છે અને ૦૪ પરમીટ રીન્યુ કર્યા છે ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૧૦ ડોગ લાયસન્સ પરમીટ રીન્યુ કરવામાં આવેલ છે મહાપાલિકાની ANCD શાખા દ્વારા મહાપાલિકા બન્યાથી આજદિન સુધી એટલે કે છેલ્લા પોણા બે વર્ષમાં ૩૯૧૦ પશુઓ પકડયાનો દાવો તો કરાય છે પરંતુ રોડ પર હજુ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અને તંત્રના દાવાની પોલ ખૂલતી જણાય છે