



મોરબીના મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં રાત્રે ૧૨ વાગ્યા આસપાસ નાગરતન પ્લાઝામાં લીફ્ટમાં છ લોકો ફસાઈ ગયા હતા જે અંગે મોરબી ફાયર ટીમને કોલ મળતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેક્સ્યું ઓપરેશન ચલાવ્યું હતું
મોરબી ફાયર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી હોલ મેટ્રો સ્પેડર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી લીફ્ટમાં ફસાયેલા સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યસ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયા એમ છ વ્યક્તિને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા

