મોરબીમાં દીકરીની સગાઇ કરી હોય તે વેવાઈ દારૂ પીવાની ટેવવાળા હોવાની વાત કરતા મારામારી

 

મોરબીમાં દીકરીની સગાઇ કરી હોય તે છોકરાના કાકા દારૂ પીવાની ટેવ વાળા હોવાની વાત કરતા તે બાબતનો ખાર રાખી શહેરની વી.સી. હાઈસ્કૂલ ગેટ પાસે આરોપીએ યુવાનને ગાળો આપી બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ શરીરે પટ્ટા વડે આડેધડ માર મારી મુંઢ ઈજા કરી હતી

 

મોરબીના નવલખી રોડ પર રહેતા અપુલ દિનેશભાઈ કાઠીયા (ઉ.વ.૨૮) વાળાએ આરોપી અમિત જયંતીલાલ વાઘેલા રહે દરબારગઢ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના મિત્ર સંજયભાઈ ધોળકીયાની દીકરીની સગાઇ આરોપી અમિત વાઘેલાના ભત્રીજા સાથે કરાવી હતી અને ફરિયાદીએ તેના મિત્ર સંજયને અમિત દારૂ પીવાની ટેવ વાળો છે તેવી વાત કરી હતી અને ફરિયાદીના મિત્ર સંજયે આ વાત અમિતને કરતા વી સી હાઈસ્કૂલ ગેટ પાસે આરોપીએ ફરિયાદી અપુલ કાઠીયા સાથે બોલાચાલી કરી ગાળો આપી શરીરે પટ્ટા વડે આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.