


ઘૂટું ગામે આવેલ ખુલ્લા કમ્પાઉન્ડમાં ટાવર ઉપર ચડી અજાણ્યા ચોર ઇસમેં ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના કેબલ અને જમ્પર સહિતની ચીજવસ્તુઓ કાઢી રૂ ૮૩,૬૧૩ ની મત્તાની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના સંચાલન અને દેખરેખ હેઠળ ઇન્ડસ કંપનીના ટાવર ઘૂટું ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં આવેલા છે જે કંપનીના મોબાઈલ ટાવર આઈડી નંબર ૧૩૨૧૦૯૩ જીટી ૫૨૮૭ વાળી જગ્યામાં ગત તા. ૦૨ ના રાત્રીના સમય અજાણ્યા ચોર ઇસમેં પ્રવેશ કરી ટાવર ઉપર ચડી ટાવરમાં લગાવેલ એરટેલ કંપનીના અંજનાકાર્ડ વાળા કેબલ, જમ્પર સહીત રૂ ૮૩,૬૧૩ ના મુદામાલની ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે