રંગપર ગામે પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ, નણંદ અને દિયર વિરુદ્ધ ગુનો નોંધાયો

 

રંગપર ગામની પરિણીતાએ એસીડ પી આપઘાત કરી લેતા મૃતકના ભાઈએ પતિ, નણંદ અને દિયર વિરુદ્ધ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

મૂળ જામજોધપુર તાલુકાના ચુર ગામ હાલ રાજકોટ આયર છોમાં રહેતા શક્તિસિંહ બચુભા જાડેજા (ઉ.વ.૨૨) વાળાએ આરોપીઓ નણંદ હર્ષાબા ઝાલા રહે સુરેન્દ્રનગર, પતિ રાજદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને દિયર પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ ઝાલા રહે બંને રંગપર તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના બહેન ભક્તિબાને તેના નણંદ હર્ષાબા, પતિ રાજદીપસિંહ અને દિયર પરાક્રમસિંહ સહિતના લગ્ન બાદથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા નણંદ હર્ષાબાની ચડામણીથી આરોપી પતિ અને દિયર દારૂ પીને અસહ્ય મારકૂટ કરી ત્રાસ ગુજારતા હતા

જેથી ફરિયાદીના બહેન ભક્તિબાથી ત્રાસ શહન ના થતા એસીડ પી આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.