હળવદમાં પતિએ ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતા પરિણીતા દવા પી લેતા મોત

 

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં પત્ની ફોનમાં વાત કરતી હોય જે બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા પરિણીતાનું સારવારમાં મોત થયું હતું

 

મૂળ એમપીના વતની હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં રહીને મજુરી કરતા લીલાબેન આંતરીયાભાઈ ચંગલ (ઉ.વ.૧૮) નામની પરિણીતા વાડીમાં ખડમાં છાંટવાણી ઝેરી દવા પી લેતા સારવાર માટે ચરાડવા બાદ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક લીલાબેન ચરાડવા ગામે પતિ અને માતા સાથે રહેતી હતી મૃતક ફોનમાં કોઈ સાથે વાતચીત કરતી હોય જેથી પતિએ ઠપકો આપ્યો હતો અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લીધાનું ખુલ્યું છે હળવદ પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.