ડીઝલ સમસ્યાનું સમાધાન નહિ થાય તો કચ્છના તમામ પોર્ટ પર તમામ પ્રકારનું લોડીંગ બંધ કરાશે

 

કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન દ્વારા સરકાર અને વહીવટી તંત્રને ડીઝલ સમસ્યાનું સમાધાન કરવા માટે જણાવ્યું છે અને ૨૧ તારીખનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે બાદમાં કચ્છના તમામ પોર્ટ પર તમામ પ્રકારનું લોડીંગ સ્વેચ્છાએ બંધ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું છે

 

ગુજરાત સરકાર અને વહીવટી તંત્રને જણાવ્યું છે કે તા. ૨૧ સુધી ડીઝલ સમસ્યાનું સમાધાન નહિ થાય તો તા. ૨૧ થી કચ્છ જીલ્લાના તમામ પોર્ટ પર તમામ પ્રકારનું લોડીંગ ટ્રક માલિકો સ્વેચ્છાએ બંધ કરશે વેશલ લોડીંગ-અનલોડીંગ બંધ કરવામાં આવશે હાલ કચ્છ જીલ્લામાં ડીઝલ સમસ્યા ગંભીર બની છે એક સપ્તાહથી ૫૦ લીટર ડીઝલ પંપ પર નથી મળી રહ્યું અલગ અલગ પેટ્રોલ પંપ પર ટ્રક ૫૦ લીટર ડીઝલ લેવા માટે ટ્રકો ફરી રહી છે જેથી લાખોનું નુકશાન ટ્રાન્સપોર્ટ માલિકો ભોગવી રહ્યા છે જેથી તા. ૨૧ સુધી જો ડીઝલનો જથ્થો નિયમિત નહિ થાય તો કચ્છ જીલ્લાના તમામ પોર્ટ પર તમામ પ્રકારનું લોડીંગ, અનલોડીંગ બંધ કરવામાં આવશે જેની નોંધ લેવા ઓલ ટ્રાન્સપોર્ટ એસો દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ એસો દ્વારા આ મામલે કચ્છ કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી છે

 

Leave A Reply

Your email address will not be published.