



હળવદમાં છૂટાછેડા થઇ ગયા બાદ આરોપી પત્નીને તેડવા સાસરે ગયો હતો જ્યાં ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા જમાઈએ સસરાને છરી વડે ઘા મારી તેમજ બીજો ઘા મારવા જતા સાળાના પત્નીએ પકડી લેતા હાથમાં ઈજા પહોંચી હતી તેમજ આરોપી જમાઈએ મારી નાખવાની ધમકી આપી હતી
હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચા (ઉ.વ.૩૯) વાળાએ આરોપી જસમત જગમાલભાઈ કુણપરા રહે તગડી તા. ધંધુકા હાલ હળવદ કુંભાર દરવાજા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હ્ચે કે ફરિયાદીના નણંદ ગીતાબેનના આરોપી જશમત સાથે છૂટાછેડા થઇ ગયા છે છતાં ગીતાબેનને તેડવા આવ્યો હતો જેથી પરિવારના સભ્યોએ ના પાડી હતી જેને પગલે આરોપી જસમત એકદમ ઉશ્કેરાઈ જઈને છરી કાઢી ફરિયાદીના સસરા લક્ષ્મણભાઈને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઈજા કરી હતી
તેમજ બીજો ઘા મારવા જતા ફરિયાદી ગીતાબેને હાથમાં પકડી લેતા હાથની હથેળીમાં ઈજા પહોંચી હતી તેમજ આરોપીએ ફરિયાદી ગીતાબેન અને તેના નણંદ સહિતનાઓને મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે