



મોરબીમાં શુક્રવારે સવારથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રોડ રસ્તા પાણી પાણી થઇ જતા નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ વોર્ડ ૦૨ ના મહિલા કોર્પોરેટર તેના વિસ્તારમાં કામો ના થતા હોવાની રાવ સાથે જીલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા અને એકાદ કલાક બાદ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો જોકે કોર્પોરેટરને રાજીનામું આપવું હોય તો મેયર અને કમિશ્નરને આપવાનું રહે છે પરંતુ ભાજપ કાર્યાલય કેમ પહોંચ્યા તેની પણ ચર્ચા ઉઠી છે
મોરબીના વોર્ડ ૦૨ ના કોર્પોરેટર સીતાબેન પરબતભાઈ હુંબલ આજે પોતાના વિસ્તારમાં કાઈ કામ થતું નથી કહીને રાજીનામું આપવા માટે કમલમ પહોંચી ગયા હતા જ્યાં જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાને રાજીનામું આપવાની વાત કરી હતી એકાદ કલાક બાદ આખરે મામલો થાળે પડ્યો હતો જે અંગે સીતાબેન હુંબલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે મતદારો જવાબ માંગે છે , કામો થતા નથી જેથી રાજીનામું આપવા આવ્યા હતા તો રાજીનામું કચેરીને બદલે અહી આપવા કેમ આવ્યા તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે સાહેબ (જીલ્લા ભાજપ પ્રમુખ) ને મળવા આવ્યા અને વાત કરી, તેને જવાબદારી લીધી છે અને ફરી કામો નહિ થાય તો રાજીનામું આપવાની વાત કરી હતી
જીલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ છે કચેરીમાં સાધનો-માણસોની ઘટ છે તેના વિસ્તારમાં મોરમ નાખી દીધી છે પરંતુ પહોળી કરવા જઈ શક્યા ના હતા વાતચીત કરી ખાતરી આપી છે અને ચોમાસાની ઋતુ ધીરજથી પૂર્ણ કરવા જણાવ્યું છે દિવાળી બાદ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સહિતના કામો થઇ જશે તેમ જણાવ્યું હતું
મેયર કોર્પોરેટરના ફોન ઉઠાવતા નથી ?
મોરબીમાં શુક્રવારે સીઝનનો પ્રથમ સારો કહી સકાય તેવો વરસાદ વરસ્યો હતો જોકે મહાપાલિકા તંત્રની ઓછી અધુરી કામગીરી અને યુવા મેયર પાસે અનુભવની કમી હોવાથી નાગરિકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી તો ચોકાવનારી વિગતો સામે આવી હતી કે આજે સમસ્યાઓ માટે કોર્પોરેટરો ફોન કરતા હોય અને મેયર ફોન ઉઠાવતા ના હતા યાદ રહે મોરબી મનપામાં તમામ ૫૨ કોર્પોરેટરો ભાજપ પક્ષના છે અને પોતાના પક્ષના સદસ્યોના ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી જે વાતને જીલ્લા ભાજપ પ્રમુખે સાચી માની હતી અને મેયરને ફોન ઉઠાવી જવાબો આપવા સુચના આપી હતી