હળવદ માર્કેટિંગ યાર્ડમાં નવા ચેરમેન-વાઇસ ચેરમેનનો ભવ્ય અભિવાદન સમારોહ

વેપારીઓએ નવા હોદ્દેદારોનું સન્માન કરી વિકાસલક્ષી કાર્ય માટે પાઠવી શુભેચ્છાઓ

 

 

હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વેપારીઓ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અઢી વર્ષની નવી ટર્મ માટે જયેશભાઈ પટેલની ચેરમેન તરીકે તેમજ રમેશભાઈ ભગતની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થતાં વેપારી વર્ગે બંને હોદ્દેદારોનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

નવા કારોબારની શરૂઆતના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ, ખેડૂત આગેવાનો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા તેમજ માર્કેટિંગ યાર્ડના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ યશ પટેલ, તપન દવે, પૂર્વ ચેરમેન રજનીભાઈ સંઘાણી, વેપારી આગેવાન ભીખાભાઈ પટેલ, ગોપાલભાઈ કાચરોલા તેમજ સંત-મહંતો સહિત માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.વક્તાઓએ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ખેડૂતો અને વેપારીઓના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે સૌના સહયોગથી કામગીરી કરવામાં આવશે.

 

Leave A Reply

Your email address will not be published.