લાલપર નજીક ટ્રકે પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક વૃદ્ધને ઈજા

 

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક બાઈક લઈને વૃદ્ધ જતા હોય ત્યારે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દેતા બાઈક ચાલક વૃદ્ધને કમરના ભાગે ગોળામાં ફ્રેકચર ઈજા અને શરીરે છોલછાલ જેવી ઈજા થઇ હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના ભડિયાદ રોડ જવાહર સોસાયટીમાં રહેતા મોહનભાઈ અજાભાઇ મકવાણાએ ટ્રક જીજે ૨૭ વી ૩૭૭૯ ના ચાલક સલીમ અહેમદ રફીક અહેમદ રહે હાલ ગાંધીધામ પૂર્વ કચ્છ મૂળ યુપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મોહનભાઈ મકવાણા પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે લાલપર ગામ નજીક ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી સ્કૂટર પાછળથી ઠોકર મારી હતી જેથી મોહનભાઈ નીચે પડી જતા કમરના ભાગે ગોળામાં ફ્રેકચર ઈજા અને શરીરે છોલછાલ ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.