મોરબી-હળવદ હાઈવે પર ડમ્પરની ઠોકરે બાઈક સવાર બે ભાઈઓ ઇજાગ્રસ્ત

મોરબી-હળવદ હાઈવે પર બેફામ દોડતા વાહનોને કારણે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રણછોડગઢ ગામના બે ભાઈઓ મોટરસાયકલ પર મોરબી જઈ રહ્યા હતા, ત્યારે આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, હળવદના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલા અને તેમનો નાનો ભાઈ અલ્પેશ પોતાનું હોન્ડા એસ.પી. મોટરસાયકલ લઈને મોરબી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન Q7 સિરામિક કારખાના પાસે પહોંચતા ટ્રક ડમ્પર નંબર GJ-36-X-1161 ના ચાલકે અચાનક પોતાનું વાહન રોડની વચ્ચે આડું નાખતા અકસ્માત સર્જાયો હતો. આ ટકરાવને કારણે બંને ભાઈઓ રોડ પર પટકાતા દેવજીભાઈને જમણા હાથમાં ફેક્ચર, જ્યારે અલ્પેશને પેશાબની નળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તો સારવારમાં હોવાથી ફરિયાદ મોડી દાખલ કરવામાં આવી હતી અને હાલ મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.