



વૃદ્ધાશ્રમના વડીલોના પગ ધોઈને પૂજન કરી બાલાશ્રમના ટ્રસ્ટી રાજુભાઈ મહેતાએ આવકારદાયક રીતે જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજમાં એક પ્રશંસનીય કાર્ય કર્યું છે. કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ – રાજકોટ સંચાલિત મોરબી ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં બાલાશ્રમના ટ્રસ્ટી અને વૃદ્ધાશ્રમનો વહીવટ સંભાળતા ટ્રસ્ટી શ્રી રાજુભાઈ જયસુખલાલ મહેતાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
તેઓએ વૃદ્ધાશ્રમના તમામ માવતરોને પંચામૃતથી પગ ધોઈ, તિલક કરી, મોઢું કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉપસ્થિત તમામ માવતરોએ દુખણા લઈને આશીર્વાદ આપ્યા હતા અને સમાજના સેવાલક્ષી કાર્યો કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે બાલાશ્રમના તમામ ટ્રસ્ટીઓએ આશીર્વાદ પાઠવી શુભેચ્છા વરસાવી હતી.જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલો સાથે આનંદ પ્રમોદ માં ઉત્સાહભેર ભાગ લઈને તમામ વડીલો તથા આમંત્રીતોએ પ્રસંસનીય કાર્યની સરાહના કરી હતી સંસ્થાના મેનેજર કિરણબા વાઘેલા તથા શ્રી પરેશભાઈ કીકાની દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ શાહ પરિવાર દ્વારા જન્મદિવસ ની યાદગાર ઉજવણી વૃદ્ધાશ્રમના માવતરોના આશીર્વાદ સાથે ઉજવવાની શરૂ કરેલ પરંપરાને હવે સૌ કોઈ આગળ વધારી રહ્યું છે તે આવકારદાયક છે.