




દેવળિયા ગામથી જેતપર જતા રોડ પરથી ૪૬ વર્ષીય શ્રમિક આધેડ પોતાનું બાઈક લઈને વાડીએ જતા હોય ત્યારે વણાંકમાં રોડ ધોવાઈ ગયેલો હોય જ્યાં બાઈક સ્લીપ થતા નાળા નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ છોટા ઉદેપુરના વતની હાલ જેતપર ગામની સીમમાં રહેતા સરતાનભાઈ જગલાભાઈ રાઠવા (ઉ.વ.૪૬) વાળા ગત તા ૨૫ ના રોજ રાત્રીના આઠેક વાગ્યે પોતાનું બાઈક જીજે ૩૪ એબી ૩૨૫૨ લઈને હળવદના દેવળિયા ગામથી જેપર ગામે વાડીએ આવતા હતા ત્યારે ભોળા પીરની દરગાહ પહેલા રોડના નાળા પાસે પહોંચતા વણાંક હોય અને વણાંક બાજુમાં રોડ ધોવાઈ ગયેલ હોવાથી બાઈક સ્લીપ થઈ નાળા નીચે પડી ગયું હતું જે અકસ્માતમાં સરતાનભાઈને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
