




સરતાનપર રોડ પર આવેલ વોટર સપ્લાય કારખાનાના પાર્કિંગમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ ગીર સોમનાથ જીલ્લાના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા ઉત્તમભાઈ જીવાભાઈ મોરી (ઉ.વ.૨૮) વાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૨૧-૧૧ ના રાત્રીના સાડા બારથી તા. ૨૨ ના સવારના નવ વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં ફરિયાદીનું બાઈક જીજે ૩૨ એમ ૦૪૪૦ કીમત રૂ ૩૦ હજાર વાળું સરતાનપર રોડ પર જીઇબી સામે શિવ વોટર સપ્લાય પાર્કિંગમાં રાખ્યું હતું જે ચોરી કરી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને ચોરી કરનાર આરોપી ચેતન સોંડાભાઈ પગી રહે પાટડી સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
