ટંકારાના ઓટાળા નજીક ચાની કેબીનથી ચાલીને જતા પૌઢને ખાનગી બસની ઠોકરે ઈજા

 

ઓટાળા ગામ નજીક પૌઢ ચાની કેબીનથી ચાલીને કંપનીએ જતા હતા ત્યારે મોરબીની ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પુરઝડપે બસ ચલાવી પૌઢને ટક્કર મારી હતી જે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા અને પડખા તેમજ હાથમાં સામાન્ય ઈજા પહોંચી હતી

 

ટંકારા તાલુકાના ઓટાળા ગામના રહેવાસી વિપુલભાઈ શાંતિલાલ લાઠીયા (ઉ.વ.૩૩) વાળાએ ક્રિષ્ના ટ્રાવેલ્સ બસ જીજે ૩૬ ટી ૯૩૧૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ સવારના સાડા નવેક વાગ્યે ફરિયાદીના પિતા શાંતિલાલ લાઠીયા ઓટાળા ગામના પુલ પાસે ચાની કેબીનથી ચાલીને સામે આવેલી ગ્રાન્ડ રૂટ કંપનીએ જતા હતા ત્યારે પુલ પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ બસ જીજે ૩૬ ટી ૯૩૧૨ ના ચાલકે બસ પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતા શાંતિલાલને હડફેટે લઈને માથામાં ગંભીર ઈજા અને જમણા પડખે તેમજ હાથમાં સામાન્ય ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.