




માળિયા મોરબી નેશનલ હાઈવે પર કાર લઈને યુવાન જતો હોય ત્યારે ટીંબડી ગામના પાટિયા નજીક કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં ઉભેલ કોઈ અજાણ્યા ટ્રક પાછળ અથડાતા કાર ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના નાની બજાર પાસે રહેતા દીપકસિંહ ખોડુભા વાઘેલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ યોગરાજસિંહ વાઘેલા ગત તા. ૨૪ ના રાત્રીના સમયે મોરબી માળિયા હાઈવે પર કાર જીજે ૩૬ બીબી ૨૯૨૫ લઈને પોતાના ઘર તરફ આવતા હતા ત્યારે ટીંબડી ગામના પાટિયા પાસે પીપળી રોડ જવાની કટથી આગળ હાઈવે પર કોઈ કારણોસર કાર પરનો કબુ ગુમાંવ્ત કાર રોડ સાઈડમાં ઉભેલા કોઈ અજાણ્યા ટ્રક પાછળ અથડાઈ હતી અકસ્માતમાં કાર ચાલક યોગરાજસિંહને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
