મોરબીના નાની વાવડી નજીક ચેકડેમ પર ગેરકાયદે પાળો બનાવી પાણી અટકાવ્યું ?

ખેડૂત હિત સમિતિ દ્વારા કલેકટરને લેખિત રજૂઆત

 

 

નાની વાવડી ગામથી પંચાસર જતા વોકળા પર ચેકડેમ બનાવવામાં આવ્યો છે જ્યાં અનઅધિકૃત પાળો બનાવી નાખી છે જેથી આગળના ગામોને પાણી જતું અટકાવી દેવામાં આવ્યું હોવાની રાવ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

ખેડૂત હિત સમિતિના કે ડી પડસુંબીયા દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નાની વાવડી પંચાસર ગામ પાસે વોકળા પર ચેકડેમ બંધ બનાવેલ છે તે ચેકડેમ પર અમુક લોકોએ અવૈધ રીતે પાળો બનાવેલ છે તે પાળથ આગળના ગામને પાણી જતું અટકાવી દીધેલ છે સૌની યોજનામાંથી વોકળામાં પાણી નાખવામાં આવે છે તે પાણી અવૈધ રીતે રોકવાના કારણે નાની વાવડી, બગથળા, બીલીયા અને મોડપર ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહે છે પાણી વિના રવિપાકથી ખેડૂતો વંચિત રહેશે જેની મોટી નુકશાની ખેડૂતોને સહન કરવી પડશે જેથી અંગત રસ લઈને અવૈધ પાળો તોડાવી ખેડૂતોને ન્યાય મળે તેવી કાર્યવાહીની માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.