મોરબીમાં ઉત્સાહભેર ખેલમહાકુંભનો પ્રારંભ : પ્રથમ દિવસે ૧૦૪ જેટલા ખેલાડીઓએ બેડમિન્ટન રમતમાં ભાગ લીધો

વિવિધ વયજૂથના ખેલાડીઓએ ખેલ પ્રતિભાનું પ્રદર્શન કર્યું વિજેતાઓને આપશે પ્રોત્સાહક ઇનામો

 

 

મોરબી જિલ્લામાં ખેલાડીઓમાં રહેલી રમતગમતની પ્રતિભાને પ્રોત્સાહન આપવા તથા  રમતગમત ક્ષેત્રે યુવાનોને આગળ વધવાની તક પૂરી પાડવાના હેતુથી ખેલ મહાકુંભ-૨૦૨૬નું  આયોજન  કરવામાં  આવ્યું  છે.  જે  અંતર્ગત  પ્રથમ  દિવસે  મોરબી  ખાતે  બેડમિન્ટન  રમતની સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિવિઘ વયજૂથના ખેલાડીઓએ  ઉત્સાહપૂર્વક ભાગ  લઈ  પોતાની  રમતગમતની  પ્રતિભાનું  પ્રદર્શન  કર્યું  હતું. સ્પર્ધા દરમિયાન ૧૦૪ ખેલાડીઓ અંડર-૧૧ માં ૨૫ ખેલાડી અને અંડર -૧૪ માં  ૭૯  ખેલાડીઓ  વચ્ચે  રસાકસીભર્યા  મુકાબલા  જોવા મળ્યા હતા. રમતગમત પ્રત્યે ખેલાડીઓમાં ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો.

જિલ્લા રમત-ગમત અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાના  અંતે  ઉત્કૃષ્ટ  પ્રદર્શન  કરનાર  વિજેતા  ખેલાડીઓને  પ્રોત્સાહનરૂપે  રોકડ  પુરસ્કાર  એનાયત  કરવામાં  આવે છે, જેમાં અંડર-૧૧ માં  પહેલો  નંબર  મેળવનારને ૫૦૦૦,  બીજો  નંબર  મેળવનારને  ૩૦૦૦  અને  ત્રીજો નંબર મેળવનારને ૧૦૦૦નું તથા અંડર -૧૪માં  પહેલો  નંબર  મેળવનારને  ૫૦૦૦,  બીજો નંબર મેળવનારને ૩૦૦૦ અને ત્રીજો નંબર મેળવનારને ૨૦૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.

Leave A Reply

Your email address will not be published.