

લીલાપર પ્રાથમિક શાળામાં લીલાપર ગામના રહેવાશી અને ઉદ્યોગપતિ વિજયભાઈ ધનજીભાઈ દેત્રોજાએ પોતાના પુત્ર મન અને પુત્રી ક્રિશાનાના જન્મ દિવસ નિમિતે અનોખી ઉજવણી કરી જેમાં તે પોતે જ્યાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે ત્યાંના બાળકોને જન્મદિવસ નિમિત્તે પ્રોત્સાહિત કરવા માટે વિજયભાઈએ ધોરણ 1 થી 5 ના બાળકોને કમ્પાસ બોક્સ સાથેની શૈક્ષણિક કીટ અને ધોરણ 6 થી 8 ના બાળકોને પેડ આપીને પોતાના બંને બાળકોનો જન્મદિવસ ઉજવ્યો.