

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૧૭નો આગામી તારીખ ૨૬ ઓગષ્ટથી પ્રારંભ થઇ રહ્યો છે. જિલ્લા રમત ગમત અધિકારી મોરબી એસ.ડી.વ્યાસના જણાવ્યા મુજબ આગામી ૨૬ ઓગષ્ટથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકાઓમાં તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ-૨૦૧૭ નો પ્રારંભ થશે જેમાં કબડ્ડી,ખોખો,ચેસ,વોલીબોલ,શૂટિંગબોલ,યોગાસન,રસાખેંચ અને એથ્લેટીક્સ વિભાગ અંતર્ગત જુદી-જુદી વાય જૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાશે. તેમજ તાલુકા કક્ષાએ ખેલમહાકુંભ સ્પર્ધાની સાથ-સાથે તા.૨૯ થી જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ પ્રારંભ થશે જે તા.૧૨ સપ્ટેમ્બર સુધી ચાલશે.