મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન

 

મોરબીની મહિલાઓને તીજ ઉત્સવમાં જોડાવા હાર્દિક આમંત્રણ

 

મોરબી: શ્રાવણ માસની હરિયાળી અને તીજના પાવન પર્વની ઉજવણીને યાદગાર બનાવવા માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા. 16 ઓગસ્ટ 2026, રવિવારના રોજ ભવ્ય તીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મુસ્કાન પરિવાર દ્વારા આયોજિત આ તીજ ઉત્સવમાં મોરબી શહેરની મહિલાઓને મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સવની ખુશીઓ માણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

સ્થળ: જલારામ મંદિર (એ.સી. હોલ), અયોધ્યાપુરી રોડ, મોરબી

સમય: બપોરે 3:30 કલાકે

રજીસ્ટ્રેશન ફી: ₹400 પ્રતિ વ્યક્તિ

8 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ સંપૂર્ણ ફી લાગુ પડશે.

 

તીજ ઉત્સવ દરમિયાન મનમોહક ડાન્સ પરફોર્મન્સ, સુંદર સેલ્ફી પોઈન્ટ, મજેદાર ગેમ્સ, હાઉઝી, ડ્રિંક્સ, સ્વાદિષ્ટ નાસ્તો, ડિનર તેમજ અનેક સરપ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પ્રસંગે ડ્રેસ થીમ – પરંપરાગત પરિધાન (સાડી / લહેંગા-ચોળી) રાખવામાં આવી છે, જેથી તીજના પરંપરાગત રંગ અને સંસ્કૃતિને સુંદર રીતે ઉજવી શકાય.

 

🌸 ખાસ આકર્ષણ – Fresh Flower Ornaments Competition 🌸

 

તીજ ઉત્સવમાં ફ્રેશ ફ્લાવર ઓર્નામેન્ટ્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તમામ મહિલાઓ માટે ખુલ્લી છે. પરંપરાગત વસ્ત્રો સાથે તાજા ફૂલોથી બનેલા સુંદર આભૂષણો ધારણ કરીને મહિલાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

 

સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સાંજે 4:15 વાગ્યા પહેલાં સ્થળ પર હાજર રહેવું ફરજિયાત છે. 4:15 વાગ્યા બાદ આવનાર સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની તમામ મહિલાઓને આ સુંદર તહેવારમાં સહભાગી બનીને તીજના રંગ, પરંપરા, સંગીત, મસ્તી અને બહેનો સાથેના આનંદભર્યા પળોને યાદગાર બનાવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે..

 

રજીસ્ટ્રેશન માટે સંપર્ક:

📞 રંજના સારડા – 9726599930

📞 નિશી બંસલ – 9427543656

📞 મુસ્કાન ગ્રુપ – 9016976954

📞 કોમલ આચાર્ય – 9428260214

 

💳 GPay: 8849243004

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી મોરબીની તમામ બહેનોને હાર્દિક આમંત્રણ.

 

🌸 “સાવનની હરિયાળી, તીજની બહાર અને બહેનો સાથે ખુશીઓની યાદગાર સાંજ…” 🌸

 

📢 આ કાર્યક્રમ મોરબીના સૌ બહેનો માટે ઓપન છે.

Leave A Reply

Your email address will not be published.