મોરબી જીલ્લા કક્ષાની તિરંગાયાત્રા તા. ૧૩ ના રોજ યોજાશે, તા. ૧૪ ના રોજ વિભાજન વિભીષિકા દિવસ ઉજવાશે

 

મોરબી જીલ્લા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે ધ્વજ વંદન અને પરેડ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૩ ના રોજ જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે તેમજ તા. ૧૪ ના રોજ વિભાજન વિભીષિકા દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

 

જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે તા. ૧૩ ના રોજ મોરબી જીલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે સવારે ૯ કલાકે મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા પ્રારંભ થશે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરુ કરી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ કરાશે તિરંગા યાત્રામાં શાળા-કોલેજના બાળકો, નગરજનો જોડાશે તેમજ તા. ૧૪ ઓગસ્ટના રોજ દેશના વિભાજનના દિવસને યાદ કરતા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિન તરીકે ઉજવાશે જે અંતર્ગત ટંકારાના વીરપર ખાતે નાલંદા વિધાલયમાં સાંજે ૫ થી ૭ સુધી કાર્યક્રમ યોજાશે અને તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી માળિયા (મી.) તાલુકાના દહીંસરા ખાતે કરવામાં આવશે

Leave A Reply

Your email address will not be published.