મોરબીના જેતપર રોડ પર ફેકટરીમાં આગ લાગતા ફાયરની ચાર ટીમો દોડી ગઈ

કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, કોઈ જાનહાની નહિ

 

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ મોડર્ન પોલીમર્સ કારખાનામાં ગત મોડી રાત્રીના આગ ભભૂકી ઉઠી હતી જેથી ફાયર ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આગને કારણે ફેકટરીમાં નુકશાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી

 

જેતપર પીપળી રોડ પર મોડર્ન પોલીમર્સ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી કારખાનામાં પ્લાસ્ટિક ખુરશી અને તેનું મટીરીયલ્સ રાખવામાં આવેલ હતું જ્યાં આગ લાગતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આગ પર નિયંત્રણ મેળવવા મોરબી ફાયરની ૪ ટીમો દોડી ગઈ હતી ચાર ટીમોએ પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો આગમાં પ્લાસ્ટિક ખુરશીઓ અને મટીરીયલ્સ બળીને ખાખ થયું હતું આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ થયું નથી બનાવમાં કોઈ જાનહાની થઇ નથી

Leave A Reply

Your email address will not be published.