હળવદ જૂની મામલતદાર કચેરી નજીક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ૨.૬૨ લાખનો મુદામાલ જપ્ત

 

હળવદ જૂની મામલતદાર કચેરી નજીક રહેતા ઇસમના ઘરમાં દરોડો કરી પોલીસે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને રૂ ૧.૫૧ લાખ રોકડ, ૪ મોબાઈલ અને બે મોટરસાયકલ સહીત કુલ રૂ ૨.૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક ઇસમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી પ્રવીણ કલોતરા અને ભરત ગોકળભાઈ બાર બંને ઇસમોએ આરોપી ભરત બારના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોય જેથી પોલીસ ટીમે રેડ કરી હતી જ્યાં મકાનમાં જુગાર રમતા પ્રવીણ ઉર્ફે પીટર લીંબાભાઈ કલોતરા, બળદેવ ઘનશ્યામભાઈ ધારિયા, ધવલ દેવશીભાઈ કલોતરા અને વાસુદેવ મોહનભાઈ એરવાડિયા રહે બધા હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧,૫૧,૫૦૦, ૪ મોબાઈલ કીમત રૂ ૭૧,૦૦૦ અને મોટરસાયકલ બે કીમત રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૨,૬૨,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી ભરત ગોકળભાઈ બાર રહે હળવદ ગોકુલનગર વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.