છોટા ઉદેપુરમાંથી બાઈક ચોરી કરી પાંચેક વર્ષથી ફરાર ઇસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો

 

છોટા ઉદેપુર જીલ્લામાં પાંચેક વર્ષ પૂર્વે બાઈક ચોરીને અંજામ આપનાર ઈસમને મોરબી એલસીબી ટીમે ઉંચી માંડલ ગામ નજીકથી ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરી બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી હળવદ રોડ પર ઉંચી માંડલ નજીકથી એક ઈસ્ક નંબર પ્લેટ વગરના બાઈક સાથે મળી આવતા કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું અને માલિકીની ખરાઈ કરતા પાંચેક વર્ષ પૂર્વે બાઈક છોટા ઉદેપુર જીલ્લામાંથી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું અને પોકેટ કોપમાં સર્ચ કરતા બાઈક ચોરી અંગે છોટા ઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપી વિક્રમ લુલજી બાવાભાઈ નાયકા (ઉ.વ.૨૯) રહે જીકીયારી તા. મોરબી મૂળ રહે છોટા ઉદેપુર વાળાને ઝડપી લઈને ૨૫ હજારની કિમતનું બાઈક રીકવર કર્યું છે

Leave A Reply

Your email address will not be published.