



નાની કેનાલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના ગેટ નંબર ૨ના પાર્કિંગમાં રાખેલ ૬૫ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે વાહન માલિકની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે
મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ પર સન પેલેસ સનરાઈઝ પાર્કના રહેવાસી ગૌતમભાઈ વેલજીભાઈ ગોધાણીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રોજ રાત્રીના બેથી અઢી વાગ્યાના અરસામાં ફરિયાદીનું બાઈક જીજે ૧૦ ડીબી ૯૯૬૯ કીમત રૂ ૬૫ હજાર વાળું સન પેલેસ સનરાઈઝ પાર્ક ગેટ નં ૨ ના પાર્કિંગમાંથી અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે